વાયરલસમાચાર

કોરોના ગાઈડલાઇન : પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં જતા પહેલા આ એકવાર અવશ્ય વાંચો, નિયમો જાહેર કરી પાલન કરાયું ફરજિયાત

જેને ધ્યાન માં રાખી ને ત્યાંના પ્રમુખ સ્વામી મહારાજ મહોત્સવ ના સંસાલકો દ્વારા નવા નિયમો બનાવવા માં આવ્યા છે જે તમામ લોકોએ પાળવા પડશે આવો જાણીએ શું છે આ નિયમો.

અમદાવાદના ઓગણજ ખાતે 14મી ડિસેમ્બરથી પૂજ્ય પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યાં અનેક હરિભક્તો રોજે રોજ મુલાકાત લઈ રહ્યાં છે.

Advertisements

કોરોનાને લઈ પ્રમુખનગરમાં કોરોના ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે.

Advertisements

શરદી, તાવ, ઉધરસ હોય તેવી વ્યક્તિને મહોત્સવમાં ન આવવવાની સલાહ આપવામાં આવી છે. પ્રમુખનગરમા સોશિયલ ડિસ્ટેન્સ જાળવી રાખવા સૂચન અપાયા છે તેમજ મહોત્સવમા ઠેર ઠેર સ્થળે સેનિટાઇઝર મુકવામાં આવશે અને ગાઇડલાઇનનુ પાલન આગામી 26 ડિસેમ્બરથી અમલીકરણ રહેશે.

Advertisements

જેમાં પ્રમુખનગરમા માસ્ક પહેરવું જરૂરી છે તેમજ વિદેશથી આવતા હરિભક્તો માટે ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

પ્રમુખનગરમાં કોરોના ગાઇડ લાઇન જાહેર : પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઇ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. પ્રમુખનગરમાં કોરોના ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે.

Advertisements
Advertisements

ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જ્તાની સર્વગ્રાહી સમિક્ષા હાથ ધરી હતી.

આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય મંત્રીઓના સુઝાવ પણ સાંભળ્યા હતા.

Advertisements

રાજ્યમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે સ્પેશિયલ ડ્રાઇવ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ બંને બેઠક અંગેની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ છે.

Advertisements

આગામી તા. ૨૭મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે જેમાં હોસ્પિટલની ક્ષમતા ચકાસવી, ઓકસિજન સુવિધા અને બેડની એવેલીબીલીટી તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ ચકાસવામાં આવશે. મોકડ્રીલ બાદની સંકલિત માહિતી COWIN INDIA PORTAL ઉપર મુકવામાં આવશે.

Advertisements

ભારતે કોરોનાના તમામ વેવમાંથી હેમખેમ પસાર થવામાં સફળતા મેળવીને દેશને કોરોનાના પ્રકોપથી બચાવ્યો છે. દેશમાં તૈયાર થયેલી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીના બંને ડોઝ લેવાથી ભારતીયોમાં રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

રાજ્યમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે ત્યારે કોઇએ ડરવાની નહીં પણ કાળજી રાખવાની જરૂર છે. રાજ્યમાં હાલ ૩૩ ટકા નાગરિકોએ જ કોરોના પ્રિકોશનના ડોઝ લીધા છે તે વધારીને ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે માટે મહાનગરો સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરાશે.

Advertisements
Advertisements

વિદેશી પ્રવાસીઓ માટે ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે : ગુજરાતના અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે ૧૦૦ ટકા થર્મલ સ્ક્રીનીંગ કરાશે.

તજજ્ઞોના મતે BF 7ના સંક્રમણના દર મુજબ ૧ વ્યકિત ૧૬ વ્યકિતને સંક્રમિત કરી શકે તેવી સંભાવના છે. પરંતુ તે માટેનો મૃત્યુદર દરેક દેશ અને ખંડ મુજબ અલગ અલગ છે.

Advertisements

આ ઉપરાંત કેન્દ્ર સરકારના દિશાનિર્દેશન મુજબ એરપોર્ટ ઉપર ર% રેન્ડમ ચેક કરવામાં આવશે તેમજ સ્વૈચ્છિક RTPCR માટેની વ્યવસ્થા પણ યાત્રિકોનો સમય ન બગડે તે રીતે કરવામાં આવશે.

Advertisements

નાગરિકોને અનુરોધ : હાલ રાજયમાં કોરોનાના અંદાજે દૈનિક પાંચ જ કેસ નોંધાય છે. ગુજરાતમાં હાલ દૈનિક ૧૦,૦૦૦ ટેસ્ટીંગ થાય છે જરૂર પડેતો ક્ષમતા વધારાશે.

Advertisements

અત્યાર સુધીમાં આ વેરિયન્ટના ભારતમાં કુલ ૪ કેસ નોંધાયા છે જેમાંથી ગુજરાતમાં જુલાઇ, સપ્ટેબર અને નવેમ્બર-૨૦૨૨માં કુલ ત્રણ કેસ નોધાયા હતા. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થતો હતો. આ તમામ કેસ હોસ્પિયલમાં દાખલ થયા વિના હોમ આઇસોલેશનમાં જ રીકવર થયા છે.

આરોગ્ય મંત્રીએ ગુજરાતની જનતાને અપિલ કરતાં કહ્યું હતું કે જેને કોરોના વેક્સિનના બે ડોઝ અને પ્રિકોશન ડોઝ લીધો છે તેને કોરોનાના આ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી પણ કાળજી લેવી જરૂરી છે. રાજ્યમાં વખતોવખત કોરોના અંગે જરૂરી તમામ ગાઇડલાઇન જાહેર કરાશે. એટલું જ નહિ, કેન્દ્ર સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પણ યોગ્ય રીતે અનુસરણ કરાશે.

Advertisements
Advertisements

કોરોનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા જનતાને આરોગ્ય મંત્રી પટેલે અનુરોધ કર્યો હતો. પત્રકાર પરિષદમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તેમજ ડૉ.અતુલ પટેલે કોરોના સંદર્ભે જરૂરી વિગતો આપી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements
Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button