
PM મોદીએ માતા હીરાબાનું આજે સવારે નિધન થયું પણ આ દુઃખના સમયમાં પણ PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નહીં હટે.
- PM મોદીએ માતા હીરાબાના નિધન પર ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું
- આ દુઃખના સમયમાં પણ PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નહીં હટે
પરંતુ આજે સવારમાં તેઓનું દુ:ખદ નિધન થયું છે. જેની ખુદ PM મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેઓને છેલ્લાં એક-બે દિવસથી અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેઓની સતત સારવાર ચાલી રહી હતી.
છેલ્લાં 2 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. PM મોદીએ માતા હીરાબાના નિધન પર ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
હીરાબાએ 18 જૂન 2022ના રોજ 100 વર્ષ પૂરા કરી લીધા હતા.
તેમની તબિયત નાદુરસ્ત થતાં માતાને મળવા માટે ખુદ PM મોદી પણ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. તદુપરાંત હોસ્પિટલે મેડિકલ બુલેટિન પણ ગઇકાલે જાહેર કર્યું હતું. જેમાં તેઓની તબિયત સુધારા પર આવી ગઇ હતી.
PM @narendramodi will join today’s scheduled programmes in West Bengal via video conferencing. These programmes include the launch of key connectivity related projects and the meeting of the National Ganga Council. https://t.co/eqOSpQcFZe
— PMO India (@PMOIndia) December 30, 2022
PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નહીં હટે
હાલ જ PMO ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપવામાં આવી છે કે વધપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે.
આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.
માતાના નિધનના આ દુઃખદ પળોમાં પણ PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નથી હટ્યા.
‘ તમને જણાવી દઈએ કે 30મી ડિસેમ્બરના એટલે કે આજે પશ્ચિમ બંગાળમાં રાજ્યના વિકાસના માર્ગ માટે PM મોદી રૂ. 7800 કરોડના ખર્ચે કરાયેલ વિકાસના કામોનું ઉદ્ઘાટન અને તેનો શિલાન્યાસ કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!