સમાચાર

રાજકોટ પોલીસનું મોટું નિવેદન દેવાયત ખવડ હાથમાં આવ્યા બાદ , રાણો હોય તો…

ગુજરાત(Gujarat): એક વર્ષ પહેલા પાડોશી મયુરસિંહ રાણા અને પરાક્રમ સિંહ વચ્ચેની બોલાચાલીમાં અદાવતને લઈને દેવાયાત ખવડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.લોકસાહિત્યકાર દેવાયત ખવડે(Devayat Khavad) સાગરીતો સાથે થોડા દિવસ અગાઉ રાજકોટ(Rajkot)ના સર્વેશ્વર ચોક(Sarveswar Chowk) ખાતે મયુરસિંહ રાણા(Mayursingh Rana) નામના વ્યક્તિ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો,

ત્યારબાદ પોલીસ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારની શોધખોળ કરશે અને CCTVમાં દેવાયત ખવડ સાથે બે શખ્સો હતા તે હાલ ફરાર છે, કાર ચાલકના હાલ કોઈ સગલ મળ્યા નથી એટલે દેવાયાતના રિમાન્ડ મેળવ્યા પછી પોલીસ દ્વારા આ અંગે પૂછપરછ કરવામાં આવશે.

Advertisements

સમગ્ર ઘટના અંગેના CCTV વાયરલ થતા પોતાને ‘રાણો’ કહેતો દેવાયત ખવડ ફરાર થઇ ગયો હતો. જો કે, ગઈકાલે દેવાયત પોલીસ સમક્ષ હાજર થઇ ચુક્યો હતો.

Advertisements

ત્યારે આ અંગે રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ACP ભાર્ગવ પંડ્યાએ જણાવતા કહ્યું હતું કે, તેઓ કોર્ટ પાસેથી દેવાયતના રીમાન્ડની માંગણી કરશે. અમે તમને જણાવી દઇએ કે, થોડાક દિવસો પહેલા રાજકોટમાં દેવાયત ખવડે પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો.

Advertisements

જો ધરપકડ નહીં થાય તો ધરણાં પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ક્ષત્રિય સમાજનના આગેવાનોએ કહ્યું હતું કે, આ મામલો સમાજનો નહીં પણ બે વ્યક્તિઓ વચ્ચેનો છે.

ઉલ્લેખનીય છે કે, વધુમાં દેવાયત 10 દિવસથી ક્યાં ફરાર હતો, આ દિવસો દરમિયાન જેટલા વ્યક્તિઓ દ્વારા તેમણે મદદ કરવામાં આવી છે તેમની સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે. ACPએ અંતમાં જણાવતા કહ્યું હતું કે, દેવાયત ખવડ ભલે સેલીબ્રીટી હોય અમારા માટે આરોપી જ છે એટલે તેની પણ એક આરોપી તરીકે જ ટ્રીટમેન્ટ કરવામાં આવશે.

Advertisements
Advertisements

આ મુદ્દે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા ગઈકાલે પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચીને રજૂઆત કરવામાં આવી હતી. સમાજના લોકો દ્વારા 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે.

વિવાદમાં ફસાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) છેલ્લા 8 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે ‘રાણો રાણાની રીતે’ કહેનાર દેવાયત ખવાડ ક્યાં ફરાર થઇ ગયો હતો.

Advertisements

મહત્વનું છે કે, દેવાયત ખવડની ધરપકડ નહીં થતાં પીડિચ યુવકના પરિવારે પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પોલીસ સાથે સાંઠગાંઠ હોવાથી તેની ધરપકડ કરવામાં નથી આવતી.

Advertisements

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Advertisements

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button