
થોડા સમય પહેલા જીત મોડાસિયા નામના વ્યક્તિ દ્વારા દેવાયતભાઈ ખવડ ને અનેક ધમકીઓ આપવામાં આવતી હતી.
ડાયરાના કલાકારોમાં એક મોટું નામ એટલે દેવાયત ભાઈ ખવડ. દેવાયતભાઈ ખવડનું નામ સાંભળતાની સાથે જ રાણો રાણાની રીતે મગજમાં આવે છે. ત્યારે હાલમાં દેવાયતભાઈ ખવડ ફરી પાછા વિવાદમાં ફસાયા છે.
ત્યારે દેવાયતભાઈ ખવડે આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ હાલમાં દેવાયતભાઈ ખવડનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આપણા ગુજરાતમાં અનેક ડાયરા કલાકારો પ્રસિદ્ધ કલાકારો છે. ડાયરાના કલાકારો વિદેશમાં પણ પોતાના ડાયરાઓના કાર્યક્રમો કરતા હોય છે.
જેમાં દેવાયતભાઈ ખવડ અન્ય એક યુવક સાથે રાજકોટમાં ચાલતા જતા મયુરસિંહ રાણા નામના યુવાન ઉપર ધોકા વડે હુમલો કરતા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોની વાત કરવામાં આવે તો દેવાયતભાઈ ખવડ અને અન્ય એક વ્યક્તિ દ્વારા રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક મયુર સિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો. વીડિયોમાં જોવા મળે છે તેમ એક વ્યક્તિ ચાલતા જતો દેખાઈ રહ્યો છે.

ત્યારે તેની બાજુમાં અચાનક એક સ્વીફ્ટ કાર આવીને ઉભી રહે છે. અંદરથી બે વ્યક્તિઓ નીકળે છે અને તેના હાથમાં ધોકાઓ હોય છે.
ચાલતા જતા મયુર સિંહ રાણા નામના વ્યક્તિઓ ઉપર બંને બેફામ રીતે ધોકા વડે તૂટી પડે છે જેનું નામ મયુર સિંહ રાણા જાણવા મળ્યું છે.
મયુર સિંહ રાણા ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે.
અને વધુ વિગતે જાણવા મળ્યું હતું કે આની પહેલા પણ દેવાયતભાઈ ખવડ અને મયુર સિંહ રાણા બંને વચ્ચે પાર્કિંગમાં કોઈ બોલાચાલીના ડખામાં બંને આમને સામને પણ આવી ચૂકેલા છે.
જોકે જે તે સમયે પોલીસ દ્વારા તે મામલો થાળે પાડવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં દેવાયતભાઈ ખવડ દ્વારા મયુરસિંહ રાણા ઉપર આ હુમલો કરવામાં આવ્યા નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!