રસોઈ ઘરમાં ભૂલથી પણ ન કરો આ ભૂલો નહિ તો ઘરમાં આવી શકે છે મુશ્કેલીઓ….

0

દરેકના ઘરમાં નાનું કે મોટું પણ રસોડું તો હોય જ છે.અને ઘરની દરેક મહિલાઓ પોતાનો વધારાનો સમય આ રસોડામાં પસાર કરતી હોય છે.ઘરનું રસોડું આખા કુટુંબનું કેન્દ્ર છે.સ્ત્રીઓ તેમના પરિવાર માટે સ્વસ્થ અને સ્વાદિષ્ટ ખોરાક બનાવવામાં કોઈ કસર છોડતી નથી.સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો બનાવવાની સાથે,મહિલાઓ રસોડાની સાફસફાઈનું પણ પૂરું ધ્યાન રાખે છે,પરંતુ અમુક વાર તેઓ અજાણતાં કેટલીક ભૂલો કરતી હોય છે.

સામાન્ય રીતે કોઈ પણ ભૂલો થાય છે ત્યારે અમુકવાર તેનું પરિણામ આપણને ખરાબ મળતું હોય છે.આવી જ રીતે જો ઘરના રસોડામાં આવી કેટલીક નાની ભૂલો થાય છે તો ઘરમાં નકારાત્મક ઉર્જા ઉભી થાય છે સાથે સાથે પૈસાની કમીનું કારણ પણ બની શકે છે.આ સિવાય થઇ રહેલી ભૂલોને લીધે પરિવારના કેટલાક સભ્યોના સ્વાસ્થ્ય પર પ્રભાવિત થાય છે.માટે આજે તમને આવી જ કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખાસ કરીને મહિલાઓએ ન કરવી જોઈએ.

રસોડામાં ક્યારેય આ ભૂલો ન કરો –

– મોટાભાગની મહિલાઓ રસોડામાં જે ભૂલ કરે છે તેમાં ખાસ કરીને મોટા ભાગની મહિલાઓ નાહ્યા ધોયા વિના રસોડામાં પ્રવેશ કરે છે.આ આદત ખુબ જ ખોટી છે.માટે આવું બિલકુલ ન કરવું જોઈએ.કારણ કે અન્ન દેવ આનાથી નારાજ થાય છે,જેના કારણે ઘરના અન્નને બાબતે કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે.જેમ કે અન્ન વારંવાર ખાલી થવા લાગે છે.

– જયારે પણ દૂધને ઉકાળવામાં આવે છે ત્યારે ગેસની આંચ ધીમી રાખો.કારણ કે ઉકળતું દૂધ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉભી કરે છે.આ સિવાય પૈસાની પણ તંગી રહે છે અને પરિવારના સભ્યો પણ બીમાર રહે છે.ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે રસોડામાં દૂધ ઉકાળો છો ત્યારે તેને સીધું ઉકાળો નહીં પરંતુ સૌથી પહેલાં થોડું પાણી ગરમ કરો.ત્યારબાદ તેમાં દૂધ ઉકાળો.આ ઉપરાંત દુધને તરત જ ઢાંકવું પણ ન જોઈએ.થોડા સમય પછી તેને ઠંડુ થાય ત્યારે ઢાંકવું જોઈએ.

– આજના સમયમાં ખાસ કરીને હવે ઉભા રસોડા થઇ ગયા છે.સમય સાથે બદલાવ થવો પણ જરૂરી છે પરંતુ અમુક મહિલાઓ રસોડાની સ્લેબ પર જ રોટલી બનાવા લાગે છે.પરંતુ આ કરવાથી તબિયત પર નકારાત્મક અસર પડે છે.તેથી હંમેશા લાકડાના અથવા બીજા કોઈ પણ ધાતુના પાટ પરજ રોટલી ફેરવીને બનાવો.આનાથી રોગોની સાથે સાથે પૈસામાં પણ ફાયદો થાય છે.

– ઘરનું રસોડું આપણું અન્નપૂર્ણા છે.માટે કોઈ પણ પ્રકારની રસોઈ બનાવ્યા પછી રસોડું સાફ કરો. તે ઉપરાંત ગેસને કદી ગંદો ન રાખવો.આનાથી ઘરમાં દરિદ્રતા ફેલાય છે.માટે રસોડાની સાફ સફાઈ કરવી જોઈએ.

– જયારે પણ ઘરના રસોડાના શણગારની વાત કરવામાં આવે છે ત્યારે ધ્યાનમાં રાખો કે રસોડામાં શ્રી કૃષ્ણ માખણ ખાતા હોય તેવું ચિત્ર જ મુકવું યોગ્ય છે.આનાથી રસોડામાં તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.બીજા કોઈ પણ ચિત્રો ન રાખો.

– ખાસ કરીને રસોડામાં રસોડા સાથે સંબંધિત વસ્તુઓ કાળજી રીતે મુકેલી હોવી જોઈએ,તે ઉપરાંત કોઈ પણ નકામી વસ્તુ અને કોઈ તૂટેલા વાસણો,કચરાની વસ્તુઓ બિલકુલ ન મુકવી જોઈએ.

– ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે જે વધારે ઉપયોગી નથી અથવા ખામીયુક્ત બની ગયેલી દરેક વસ્તુઓ તરત જ રસોડામાંથી દૂર કરવી જોઈએ.અથવા ઇલેક્ટ્રિક ઉપકરણોની મરામત કરાવી જોઈએ.પરંતુ તેને ઘરમાંથી દૂર કરવું વધારે સારું રહેશે.

– ઘરનું રસોડું અને બાથરૂમ ક્યારેય એકબીજાની સામે ન હોવું જોઈએ.પરંતુ આવું પહેલાથી હોય તો તમારે હંમેશા તમારા બાથરૂમનો દરવાજો બંધ રાખવો જોઈએ અથવા રસોડાની સામે કોઈ વસ્તુને ઉભી મુકવી જેથી બાથરૂમ પર આપણી નજર ન પડે.

– ઘરના મુખ્ય દરવાજાની સામે અથવા જમણી બાજુએ ક્યારેય રસોડું ન બનાવો.આ પરિસ્થિતિથી ઘરના લોકોમાં તાલમેલ અને સુમેળમાં ઘટાડો કરે છે.

Share.

About Author

Leave A Reply