શહેરના આ વિસ્તારોમાં રસ્તાની હાલત બની ખુબ જ ખરાબ તંત્રની ખુલી પોલ, મ્યુનિની બેદરકારીને કારણે અકસ્માતની ભીતિ

0

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ ખુબ જ ગંભીર બની છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. અત્યારે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદે હવે રાજ્યના અનેક વિસ્તારોમાં પોલ ખોલી દીધી છે.

ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અમદાવાદના પૂર્વના પટ્ટામાં ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, ગોમતીપુર, રખિયાલ, બાપુનગર સહિતના વિસ્તારમાં લગભગ મોટાભાગના રોડ વરસાદમાં વરસાદ પડતા રોડ તૂટી ગયા છે. અને જેના કારણે વાહન ચલાવવામાં ખુબ જ તકલીફ પડી રહી છે. આ ખાડાઓ જીવલેણ સાબિત થવાની ભીતિ સેવાઇ રહી છે. મ્યુનિ.તંત્રની બેદરકારી સામે આવી રહી છે.

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઓઢવ ફાયર સ્ટેશનથી રણછોડરાયજી મંદિર થઇને સીધો તક્ષશીલા તરફ જતા રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે.

જયારે ભારે વરસાદના કારણે રોડ પરની કપચી ઉખડી જવી અને મોટા ખાડા પડતા સ્થાનિક રહિશો જીવના જોખમે આવા રસ્તાઓ પરથી પસાર થઇ રહ્યા છે. જયારે માંહેલી માહિતી અનુસાર ચોમાસામાં તાત્કાલિક ધોરણે રિપેર ન થઇ શકે તો માટી કે ઇંટો નાંખીને ખાડા પુરી દઇને રોડને સલામત બનાવવા માટે કર્યો કરવામાં આવી રહ્યા છે. તેવું ત્યાના રહીશોનું કહેવું છે.


હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. જેવામાં વસ્ત્રાલમાં મેટ્રો રેલવેની નીચેનો રોડ, તેને જોડતા એપ્રોચ રોડ, ઇન્ડિયા કોલોની, ઠક્કરનગર, લીલાનગર, બાપુનગર, કૃષ્ણનગર વગેરે વિસ્તારોમાં પણ રોડ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. હજુ ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. જેના કારણે આગામી સમયમાં આ રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ થઇ શકે છે.

Share.

About Author

Leave A Reply