ગુજરાત સરકારે ગુટખા-પાન મસાલા મુદ્દે પ્રતિબંધ અંગે લીધો મોટો અને મહત્વનો નિર્ણય,કરી આ જાહેરાત…

0

આજે જેવી પરિસ્થિતિ ચાલી રહી છે,જેના કારણે ભારત સરકારે કેટલાક ગુટખા,દારૂ અને નિકોટીનયુક્ત કેટલાક પદાર્થો આજે સંપૂર્ણ રીતે પ્રતિબંદ નીચે છે.કોરોનાને કારણે ગણા સંશોધનોનું કહેવું છે,કે આ નશીલા પદાર્થોના સેવનથી કોરોનાનો ડર વધુ રહે છે.જે લોકો આવા પ્રકારના પદાર્થનો ઉપયોગ કરે છે,તેમના માટે એક વધુ નુકશાન કારક છે.

દેશમાં ચાલી રહેલા કોરોનાને કારણે ભારત સરકારે ગુટખા,દારૂ અને નિકોટીનયુક્ત કેટલાક પદાર્થો ઉપર ભારે પ્રતિબંદ મુક્યો છે.જેમાં નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ કરના અને તેમની ખરીદી કરતા બંને ઉપર ખાસ કાનૂની જોગવાઈ થશે.દેશમાં આવા પ્રતિબંદને કારણે ગણા ખરા કાળા બજારમાં વધારો જોવા મળ્યો હતો.જેની મૂળ કીમત કરતા ખુબજ વધારે હતી.દેશના ગણા રાજ્ય અને જિલ્લાઓમાં આજે પણ તે સંપૂર્ણ રીતે બંદ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ગુટખા,તમાકું જેવા પદાર્થોના પ્રતિબંદ અંગે એક બેઠક યોજવામાં આવી હતી.જેમાં ગણા ખરા નિર્ણય લેવામાં આવ્યા છે.જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે એક ખાસ મોટી જાહેરાત કરી હતી,જેમાં કહ્યું છે,કે ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે,રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ,સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે.આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.જેમાં,ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન 2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે.આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની ખાસ નોંધ લેવી.

જેમાં તેમણે આગળ કહ્યું હતું, કે ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય જેના કારણે આવી કોઇપણ ખાદ્યચીજથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે.જે દેશના લોકો અને દેશની ભાવિ પેઢીના સ્વાસ્થ્ય ખુબ નુકશાન પોહચાડે છે,જેના કરને સરકારે એક મોટો નિર્ણય લીધો છે.જયારે બીજી એવી વાત કે,જેમાં શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ માટેની સંપૂર્ણ પ્રતિબંધનો અમલ ત્યાના સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવશે.જેનો અહેવાલ સમયસર ઉપરી તંત્રને જાણ કરવાનો રહેશે.

Share.

About Author

Leave A Reply