સરકારી ભરતી અંગે રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત, સરકારે કરેલી જાહેરાતમાં તાત્કાલિક થશે…..

0

દેશમાં લાંબા સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે.જેમાં આજે દેશમાં એવા તો હજારો લોકો છે.જે બેરોજગાર બેઠા છે.આ કોરોનાએ ગણા લોકોની નોકરી પણ છીનવી લીધી છે.જેના કરને આજે તેમના પરિવારોને ગણી મુશ્કેલી ઉભી થઇ છે.દેશમાં આજે એવા પણ લોકો છે,જેમની પાસે આવડત,પુરતું શિક્ષણ પણ છે.પણ તે આજે એક બેરોજગાર થઇ ને જીવી રહ્યા છે.

કેટલાક લોકો સરકારી નોકરી કરવા માંગતા હોય છે,પણ સરકાર તરફથી કોઈ સચોટ જાહેરાત બહાર ન પડવાથી તે આવી સરકારી નોકરી કરવા માટે નિષ્ફળ રહે છે.અને જો કોઈ લેખિત પરીક્ષા આપી પણ હોય તો તેનું સચોટ રીતે પસંદગી કરવામાં આવતી નથી.જયારે આજે તમને એક ખુશીની વાત જણાવી રહ્યા છે,જેમાં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ નવી ભરતી અંગે જાહેરાત કરી છે.

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી રૂપાણી ધ્વરા એક બેઠક યોજવામાં આવી હતી.જેમાં કેટલાક અધિકારીઓને ભરતી પ્રક્રિયા અંગે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યા છે.જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ,પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ,શિક્ષણ વિભાગ અને જીપીએસસીને મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યા હતા.

જેમાં કહેવામાં આવ્યું છે કે,જે વિભાગમાં સરકારી નોકરીની જે અંગે ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે,તે તાત્કાલી નિમણૂક પત્ર આપવામાં આવશે.તેમાં ઉત્તમ આવતા દરેક વ્યક્તિને જે તે વિભાગ હેઠળ ભરતી કરવો આદેશ આપ્યો છે.સરકારે કહ્યું કે,ભરતી અંગેની વિગતો અનુસાર રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી તમામ જગ્યાઓ સહિત ૮ હજારથી બધારે જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવાના મુખ્યમંત્રી રૂપાણીએ સ્પષ્ટ આદેસ આપ્યા છે.

ગુજરાત રાજ્યમાં આવતા પાંચ મહિનામાં રાજ્યના ૨૦ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે.અને જે ભરતી માટેની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરિક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોરોનાની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવામાં આવશે.તથા કોરોના બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસે પણ સરકારના આ નિર્ણયને આવાકર્યો છે.હવે જે યુવાનો રાહ જોઈ રહ્યા હતા,તેમના માટે એક ખાસ ખુશીની ખબર છે.

Share.

About Author

Leave A Reply