જો તમારા સપના થાય માતા દુર્ગાના દર્શન તો તમારા સાથે બનવાનું છે કંઇક આવું….

0

સપના જોવા એ એક સામાન્ય બાબત છે.અમુક લોકો પોતાના ભવિષ્ય અંગેની કેટલીક યોજનાઓ બનાવતા હોય છે.તે સાથે કોઈ ચોક્કસ કાર્ય અંગે પોતે સપના જોતા હોય છે.પરંતુ અહી જે સપનાની વાત કરવામાં આવી રહી છે,તે સપના દરેક લોકો પોતે રાત્રે ઊંઘમાં જોતા હોય છે.સપના તે એક શબ્દ છે જે આપણા મગજમાં વિવિધ માન્યતાઓ અને ખ્યાલોનો સંગ્રહ છે.

દરેક સપના આપણા મગજની કલ્પના છે અને કેટલીકવાર લાગે છે કે આપણે સપનામાં આપણા દિવસના દરેક કર્યો જોયા છે.આ સિવાય કેટલીકવાર એવું પણ બને છે કે આપણી ઇચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ સપનાનું સ્વરૂપ લે છે અને આપણા મગજમાં તે ઊંઘમાં ચાલતી રહે છે.પરંતુ સૌથી અલગ અને સંભવત રસપ્રદ વાત એ છે કે જે સપનાઓ આપણને ભવિષ્યની ઘટનાઓ સાથે જોડે છે.

વૈજ્ઞાનિક રીતે સપનાને ખૂબ સામાન્ય વિકાસ માનવામાં આવે છે,જ્યારે જ્યોતિષ શાસ્ત્ર મુજબ સપનામાં આવેલા કેટલાક સંકેતો આપણને ઘણું કહે છે અને તેમની સાથે ઘણું લાવે પણ છે.આજે તમને અશુભ અને શુભ સપના વિશે જણાવી શું.એવા સપના વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જેમાં તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેતા નથી,પરંતુ તમને દેવી દુર્ગા અથવા માતા કાળી દેખાય છે.સપનામાં ભગવાન અને દેવીઓને જોવું એ આપણા જીવન સાથે કેટલાક સંકેતો સંકળાયેલ છે.

હિન્દુ શાસ્ત્રો અનુસાર સપનામાં જે દ્રશ્ય દેખાય છે તે આપણા જીવનમાં શું થઈ રહ્યું છે તેનો સંકેત છે.તેથી અમુક સપનાના અર્થને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.એવું કહેવાય છે કે સપનામાં દુર્ગામાને જોતા આપણને આપણા ભવિષ્યમાં બનનારી ઘટના વિશે માહિતી મળે છે.તે પરિસ્થિતિ અનુસાર જીવનમાં શુભ કે અશુભ બનાવો ઉભા થવા લાગે છે.માટે તમને સપનામાં દુર્ગામાને અથવા મા કાળીને જોવાના કેટલાક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ.

– જો કોઈ વ્યક્તિ દુખી છે અને પોતાના જીવનમાં નાખુશ છે.આવા વ્યક્તિના સપનામાં જો માતા દુર્ગા દેખાય છે એટલે કે તેમના દર્શન થાય છે તો એવું સમજો કે તેની સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં થવાનું છે.તે ઉપરાંત ટૂંક સમયમાં બધા દુખ દૂર થવા જઈ રહ્યા છે.જીવનમાં પરિવર્તન આવવાનું છે.જીવનમાં સુખ આવે છે,બધી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થવાની છે.

– જો કોઈ વ્યક્તિ અનેક રીતે મહેનત કરી રહ્યો છે પરંતુ પોતે પોતાની ગરીબીથી છુટકારો મેળવી શકતો નથી.તો આવ વ્યક્તિને રાતે સપનામાં દેવી દુર્ગા દેખાય છે તો તેનો અર્થ એ છે કે તેનું ગરીબપણું જલ્દીથી દૂર થઈ જશે.આ એક સારા દિવસો તરફનો સંકેત છે.

– એવું માનવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ બીમાર છે અને તેમના સપનામાં માતા દુર્ગા દેખાય છે તો તેનો અર્થ એ છે કે તેના તમામ રોગો ટૂંક સમયમાં દૂર થવા જઇ રહ્યા છે,તે વ્યક્તિ જલ્દી સ્વસ્થ થવાનો છે.દેવીની કૃપા તેમના પર પડી રહી છે.

– જો કોઈ વ્યક્તિના સપનામાં દુર્ગા માતા કોઈ પ્રચંડ રૂપમાં યુદ્ધ કરતા જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ તેની મુશ્કેલીઓ અને ખરાબ પરિસ્થિતિઓ સામે લડવા અને તેના પર જીત મેળવવા માટે તૈયાર છે.આ સંકેતો સફળતા તરફના છે.

– જયારે વ્યક્તિને દરેક કામમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે.અને આવું વારંવાર બને છે ત્યારે અંતે તે વ્યક્તિનો આત્મવિશ્વાસ ઓછો થઇ જાય છે.આવા કોઈ વ્યક્તિને રાતે સપનામાં દુર્ગામા દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા તૂટેલો મનોબળ અને આત્મવિશ્વાસમાં ફરીથી પ્રાપ્ત થશે.જયારે બીજી રીતે કહેવામાં આવે તો તમે કોઈ કામમાં વિજય મેળવી શકો છો.

– જો તમને કોઈથી ડર લાગે છે અને આ ડર તમને ડરપોક બનાવે છે.આવા સમયે જો તમે તમારા સપનામાં દુર્ગામાના દર્શન થાય છે તો તેનો અર્થ એ કે તમારે હવે તમારા દુશ્મન અથવા કોઈથી ડરવાની જરૂર નથી.દુર્ગામા તમારી સાથે છે અને દરેક પરિસ્થિતિમાં તમારું રક્ષણ કરવા માટે તૈયાર છે.

Share.

About Author

Leave A Reply