
હાલમાં બનેલી એક જ ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શાળાના શિક્ષકે ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો જીવ લઈ લીધો છે.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે બાળકના પરિવારજનોની ફરિયાદના આધારે શિક્ષક સામે કેશ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર શિક્ષકે વિદ્યાર્થીને શાળાના પહેલા માળેથી નીચે ધક્કો લગાવ્યો હતો. જેના કારણે બાળકનું મોત થયું છે.
સૌપ્રથમ પાવડા વડે શિક્ષકે બાળકો પર પ્રહાર કર્યા હતા અને ત્યારબાદ શાળાના પહેલા મળે ગેલેરીમાંથી બાળકને નીચે ધક્કો લગાવ્યો હતો. જેના કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હાલમાં આરોપી શિક્ષક ફરાર છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકની ઉંમર 10 વર્ષની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા હગલી ગામના આદર્શ પ્રાથમિક શાળાની છે.
જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. આ ઘટના કર્ણાટકના ગડમ જિલ્લામાં બની હતી.
શિક્ષકે શા માટે માસુમ બાળક સાથે આવું કર્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી પોલીસ હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી કરી રહી છે.
શાળાના કોન્ટ્રાક્ટ ટીચર મુથપ્પાએ ધોરણ ચારમાં અભ્યાસ કરતા ભરત નામના વિદ્યાર્થીની સૌપ્રથમ ધુલાઈ કરી હતી અને પછી તેને બાલ્કની માંથી નીચે ફેંકી દીધો હતો.
દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હજુ સુધી આરોપી શિક્ષક પોલીસની પકડની બહાર છે. આરોપી શિક્ષક પકડાઈ ગયા બાદ બાળકના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
શિક્ષકે જીવતા બાળકને બાલ્કની માંથી નીચે ફેંકી દીધો હતો. જેના કારણે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!