
ઉંમરની સાથે ઘૂંટણનો દુખાવો થવો સામાન્ય વાત છે, પરંતુ આજકાલ નાની ઉંમરે યુવાનોમાં પણ ઘૂંટણના દુખાવાની સમસ્યા જોવા મળે છે. ઘૂંટણના દુખાવા માટે ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સ્થૂળતાના કારણે ઘૂંટણનો દુખાવો પણ થઈ શકે છે.
આમળા અને એલોવેરાનો જ્યુસ દરરોજ લગભગ 15 મિલીલીટરની માત્રામાં પીવો જોઈએ. જેના કારણે ઘૂંટણમાં દુખાવો અને સોજો જલ્દી દૂર થાય છે. સરસવના તેલને થોડું ગરમ કરો અને ઘૂંટણ પર મસાજ કરો. તેનાથી ઘૂંટણનો દુખાવો દૂર થાય છે .
મેથીના દાણાનું રોજ સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો જલ્દી દૂર થાય છે. આ માટે દરરોજ રાત્રે 1 થી 2 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. આનાથી ઘૂંટણનો દુખાવો થોડા દિવસોમાં જ દૂર થઈ જશે. આ સિવાય મેથીની ભાજી, મેથીના લાડુ અને મેથીના પાવડરનું પણ સેવન કરી શકાય છે .
શરીરનું વજન વધવાને કારણે ઘૂંટણ પર વધુ તાણ આવે છે, જેના કારણે ઘૂંટણમાં દુખાવો થવા લાગે છે. ક્યારેક ઘૂંટણ પર ઇજાને કારણે પણ ઘૂંટણનો દુખાવો થઈ શકે છે. પરંતુ તેનાથી બચવા માટે કેટલાક આસાન ઘરેલું ઉપચાર કરી શકાય છે. તો ચાલો જાણીએ .
જો ઘૂંટણમાં દુખાવો થતો હોય તો ઘૂંટણ પર એરંડાનું તેલ એટલે કે એરંડિયું લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે . આ માટે ઘૂંટણ પર એરંડાનું તેલ લગાવો, એરંડાના પાનને હળવા ગરમ કરો અને ઘૂંટણ પર બાંધો. સતત થોડા દિવસો સુધી આમ કરવાથી દુખાવામાં જલ્દી આરામ મળે છે.
આયુર્વેદમાં, એલોવેરાને ઘૂંટણના દુખાવા માટે ચમત્કારિક દવા તરીકે ગણવામાં આવી છે. રોજ એલોવેરાનું સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો અને સોજો જલ્દી દૂર થાય છે. 15 થી 20 દિવસ સુધી સતત એલોવેરા જ્યુસ પીવાથી જ ઘૂંટણનો દુખાવો દૂર થઈ જાય છે. તે ઘૂંટણની આસપાસના સ્નાયુઓમાં તાણ દૂર કરે છે .
દરરોજ સવારે ખાલી પેટ 1 ચમચી મેથીના વાટેલા દાણામાં 1 ગ્રામ કલૌંજી મિક્સ કરીને કુણા પાણી સાથે લો. બપોરે અને રાત્રે જમ્યા પછી અડધો અડધો ચમચી લેવાથી સાંધા મજબૂત થશે અને કોઈ પણ પ્રકારનો દુખાવો નહી થાય .
100 ગ્રામ લસણ 50 ગ્રામ અજમો અને 20 ગ્રામ લવિંગ 400 ગ્રામ સરસવના તેલને કાળુ ત્યાં સુધી ઉકાળો. પછી ઠંડુ થતા તેને ગાળીને કાચની બોટલમાં ભરી લો. આ તેલથી ઘૂંટણ કે સાંધાની માલિશ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!