
સુરત શહેરને ફાસ્ટેસ્ટ ગ્રોઈન્ગ સિટીનો એવાર્ડ તો પહેલા જ મળી ચુક્યો છે તો હવે સુરત સિંગાપુર બનવા જઈ રહ્યું છે.સુરત રેલવે સ્ટેશનની શકલ બદલીને હવે તે સિંગાપુર એરપોર્ટ જેવું બનશે અને આ ફક્ત વાર્તા રે વાર્તા નથી પણ આ કામ પૂરજોશમાં ચાલુ થઇ ચૂક્યું છે.
કાપડ નગરી કહો કે હીરા નગરી પણ દેશની અર્થવ્યવસ્થા ઉપર મજબૂત પ્રભુત્વ ધરાવતુ મુંબઈ બાદ જો કોઈ શહેર હોય તો તે સુરત છે અને હવે સુરતની સુરત બદલવાની જવાબદારી ઉઠાવી છે મોદી સરકારના બે મજબુત નેતાઓએ…આ કામને અંજામ આપવા માટે ખુદ રેલવે મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે બીડુ ઝડપ્યુ છે તો સાથે જ સાંસદ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ આ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. સુરતને સિંગાપુર બનવાનું કાર્ય આજથી જ શરુ થઇ ગયું છે અને આજે રેલવે તંત્ર દ્વારા સિમેન્ટ યાર્ડ ખાલી કરી ત્યાં સ્ટીલ સ્ટોક, કોન્ક્રીટ પ્લાન્ટ,લેબર રહેણાક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
સુરત રેલવે સ્ટેશનની શકલ બદલવા અને પ્રજા ઉપયોગી સુવિધાઓ ઉભી કરવા મોદી સરકાર દ્વારા રૂપિયા 877 કરોડ પ્રાથમિક તબક્કામાં મંજુર કરવામાં આવ્યા છે.સુરત રેલવે સ્ટેશનની કામગીરીથી લોકોને હાલાકી ના થાય તે માટે સુરતથી ઉપડતી ટ્રેનોને ઉધનાથી દોડાવવા મંજૂરી રેલવે વિભાગ દ્વારા માંગવામાં આવી છે
સરકારના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને વર્ષ 2016માં મંજુર કરવામાં આવ્યો હતો પરંતુ સતત વિકસતા સુરત માટે જરૂરિયાતો પણ સતત વધતી રહી જેથી જાહેરાત બાદ પ્રોજેક્ટની ડિઝાઇનમાં ફેરફાર કરાયા છે.
સુરતના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાથે રાજ્યની અન્ય કેટલીક એજેન્સીઓ પણ જોડાશે જેમકે RLDA, SITC, SMC અને GSRTC આમ આ પેહલો પ્રોજેક્ટ બનશે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો સુલભ સહકાર જોવા મળશે.આ પ્રોજેક્ટ માટે હાલ સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સ્પોટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
સુરતની સુરત બદલનાર આ પ્રોજેક્ટમાં રેલ્વે સિવાય અને એજન્સીઓ પણ જોડાય છે અને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ BRTSને પણ રેલવે સ્ટેશન સાથે જોડી દેવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!