વાસ્તુશાસ્ત્ર: જો ઘરમાં આ પવિત્ર વસ્તુ રાખવામાં આવે તો હંમેશા સકારાત્મક વાતાવરણ થાય છે.

તેમને જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુ છે. કે જે નિયમિત રીતે ઘરમાં રાખવાથી હંમેશાં સકારાત્મક વિચાર તેમજ સકારાત્મક વાતાવરણ બને છે. ઘરમાં હંમેશા એક પૂજા ઘર રાખવો જોઈએ. તે ઉપરાંત જેને મંદિર કહેવામાં આવે છે. જેમાં પૂજા કરવામાં આવે છે.

તે મંદિરમાં હંમેશા નારીયેલ, એક ચાંદીનો સિક્કો રાખવો અતિ શુભ માનવામાં આવે છે. તે ઉપરાંત મંદિરમાં જો શક્ય હોય તો ચાંદીની મૂર્તિ રાખવી અને તેની નિયમિત રીતે પૂજા કરવી. તે ઉપરાંત વાસ્તુશાસ્ત્ર માં ચાંદી ધાતું અતિશય પવિત્ર ધાતુ માનવામાં આવે છે. તે ઉપરાંત પુજા પાઠ સાથે જોડાયેલી કોઇપણ વસ્તુઓ નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે અને તેમને નિયમિત રીતે સ્વચ્છ રાખવામાં આવે તો વ્યક્તિના જીવનમાં હંમેશાં સકારાત્મક વિચાર આવે છે.

જો ઘરના મુખ્ય દ્વાર પર કંકુ વડે સ્વસ્તિક બનાવવામાં આવે તો તેની સારી અસર થાય છે. ઘરના દરેક સભ્યો પર તેમની ખૂબ જ વધારે પ્રભાવ પડે છે. તે ઉપરાંત તેની સારી અસર થી ઘરમાં જ નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે. તે ઉપરાંત ઘરના મુખ્ય દ્વારની પાસે મહાલક્ષ્મીજીના ચરણો પણ કંકુ વડે બનાવવા જોઈએ.

આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ નો વિકાસ થાય છે તથા માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તે ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા ઉપર ઓમ નું ચિન્હ પણ બનાવી શકો છો. તે ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા તથા તેમની તસવીર ઘરમાં રાખવાથી માનસિક તણાવમાં રાહત પ્રાપ્ત થાય છે.

એટલા માટે જો કોઇ પણ વ્યક્તિને હંમેશા માનસિક તણાવ રહેતો હોય કે પરિવારની જવાબદારી તેમણે હંમેશા પરેશાની રહેતી હોય તો તે વ્યક્તિ હંમેશા ભગવાન શ્રીકૃષ્ણની તસવીર કે પ્રતિમા ઘરમાં રાખવી જોઈએ. આ તસવીરમાં ગૌ માતાનું સ્થાન હોવું જોઇએ. તે ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હોય તો આવી તસ્વીર રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *