જો તમે પણ તમારા વાહન સાથે કરી છે આ ચેડા, તો થઇ જાવ સાવધાન જવું પડશે જેલ…..

0

રાજ્યમાં પ્રજાના હિતોને ધ્યાનમાં લઈને સરકાર અને તંત્ર ધ્વારા અવારનવાર વાહનોના ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે.અહી ઉલ્લેખનીય છે કે હમણાં થોડા સમય પહેલાં જ હેલ્મેટ અંગે કડક નિયમ બનાવવામાં આવ્યો હતો અને પીયુસી ફરજીયાત કરવામાં આવ્યું હતું.રાજ્યમાં અનેક લોકો આ ટ્રાફિક નિયમોની વિરુદ્ધમાં પ્રદર્શન અને વિરોધ કરતા પણ જોવા મળ્યા છે.

તમ્નને જણાવી દઈએ કે અમદાવાદના ટ્રાફિક નિયમો લઇને પોલીસે હવે કડક વલણ અપનાવ્યું છે.ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં ટ્રાફિક જામની સ્થિતી જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે રિલીફ રોડ પર વેપારીઓ અને ગ્રાહકોએ ત્યાં ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરવું પડશે.જો કે પોલીસે અપનાવેલ આ કડક વલણ સામે પોલીસની કડક કાર્યવાહી સામે વેપારીઓએ બંડ પોકાર્યો છે.હમણાં જ અહીના વેપારીઓએ બંધ પાળીને ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે અહીના વેપારીઓને વગર કારણે પોલીસ અને તંત્ર દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો સીધો આક્ષેપ પણ વેપારીઓએ કર્યો છે.

અહિયાં આપને એ વાત પણ સારી રીતે જાણીએ છીએ કે ટ્રાફિક વિભાગ દ્વારા ભલે ગમે એવા ચુસ્ત નિયમો બનાવવામાં આવે પરંતુ અમદાવાદીઓને ટ્રાફિકના નિયમોની સહેજ પણ ચિંતા કે ફિકર ના હોય એમ ઇ-મેમોથી બચવા માટે વાહનચાલકો પોતાના વાહનો સાથે ચેડા કરીને કેમેરામાં ના ઝડપાઈ જાય એ માટે જુગાડ કરતાં હોય છે ખાસ કરીને નંબર પ્લેટ વાળી દેવાના કે તેને ઢાંકી દેવાના ઘરગથ્થુ જુગાડ અમદાવાદીઓ અને અન્ય વાહન ચાલકો મેમો ના ભરવા માટે જુગાડ રૂપે કરતાં આવ્યા છે.

જોકે પોલીસ અને તંત્ર એ વાહન ચાલકોના આ ઘરેલું જુગાડ સામે શહેર પોલીસે લાલ આંખ કરી છે અને આવા વાહનચાલકો વિરુદ્ધ ગુનો નોંધીને તેમને સીધે સીધા જેલભેગા કરી દેવાની પૂરી તૈયારી કરી લીધી છે એવું માનવામાં આવી રહ્યું છે.તમને જ્ન્બાવી દઈએ કે શહેરનાં તમામ જંક્શનને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.જેથી કોઈ પણ વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો સીધો ઇ-મેમો તેમના ઘરે પહોંચી જાય.આપને એ સારી રીતે જાણીએ છીએ કે ઈ-મેમોથી બચવા અમદાવાદીઓએ નવા નવા કીમિયા અજમાવતા હોવાનું પોલીસની નજરે પડ્યું છે.

મેમો ના ભરવા અંગે વાહન ચાલકોના આવા ઘરેલું નુસ્ખાઓ આગળ પોલીસ અને સીસીટીવી બંને લાચાર બની ગયા હતા.અહી ઉલ્લેખનીય છે કે ઈ-મેમોથી બચવા વાહનચાલકોએ પોતાનાં વાહનની નંબર પ્લેટને વાળી દે છે.કા તો પછી કેટલાક વાહનચાલકો તો તેમના વાહનની નંબર પ્લેટને અડધી તોડી પણ નાખતા હોવાનું સામે આવ્યું છે.ત્યારે વાહનચાલકોના કીમિયાની સામે રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી કેમેરા પણ જાણે લાચાર બની ગયા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

અહિયાં ફક્ત પુરુષ વાહનચાલકો જ નહીં પરંતુ મહિલાઓ પણ ઈ-મેમાથી બચવા જુગાડ અપનાવતી હોય છે મહિલાઓ નંબર પ્લેટને પોતાનાં પર્સ કે દુપટાથી ઢાંકી દે છે.અને આવા મહિલા વાહનચાલકો આસાની થી કેમેરા અને પોલીસથી છ્તાકવામાં સફળ રહે છે અને એમની સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.તમને જણાવી દઈએ કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરતાં લોકોને પકડવા માટે અમદાવાદમાં જાહેર રસ્તા પર ટ્રાફિક વિભાગ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ વાહનચાલકોના આવા અનેક કીમિયા સામે ટ્રાફિક વિભાગ લાચાર બન્યો છે.ત્યારે હવે આગામી દિવસોમાં આવા વાહનચાલકોને દંડવા ટ્રાફિક વિભાગ દ્વારા કેવાં પગલાં ભરાશે તે જોવાનું રહ્યું.

આ સમગ્ર મામલે અમદાવાદના શહેર ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું છે કે,વાહનોની નંબર પ્લેટ વાળી દીધી હોય કે કોઈપણ રીતે નંબર પ્લેટ ઢાંકી દીધી હશે તેવા વાહનચાલકો વિરુદ્ધમાં ટૂંક જ સમયમાં ડ્રાઈવ યોજવામાં આવશે.વધુમાં તેજસ પટેલે એવું પણ જણાવ્યું હતું કે અત્યાર સુધી આવા વાહનચાલકોને ફક્ત દંડ વસૂલીને જવા દેવામાં આવતા હતા,પરંતુ હવે આવા લોકોની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે.એચએસઆરપી સરકાર દ્વારા ઈશ્યુ કરવામાં આવેલું ડોક્યુમેન્ટ ગણાય છે,તેથી તેમાં કોઈપણ પ્રકારના ચેડાં કરવામાં આવે તે ગુનો બને છે.અને એ ગુના અંતર્ગત લોકો સામે કાયદેસરનો ગુનો નોધીને કાર્યવાહી કરવામાં આવશે.

Share.

About Author

Leave A Reply