
મિત્રો હાલમાં લગ્નની સીઝન ચાલી રહે છે અને તમે રોડ ઉપર ઘણા વરઘોડા જોયા હશે. ત્યારે ગત બુધવાર 21 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં 50 જેટલા યુવકો વરરાજાનો ડ્રેસ પહેરીને ઘોડા પર સવાર થયા હતા.
સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણે ખૂબ જ જોક આવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ.
ત્યારબાદ ઢોલ નગારા સાથે તેમની જાન કાઢવામાં આવી હતી અને આ જાન સિધી કલેકટર ઓફિસ સુધી પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આ શોભાયાત્રા નું આયોજન સ્થાનિક સંગઠન ‘દુલ્હા મોરચા’ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ લોકોની જાનનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ કુવારા યુવકોએ પોતાની માંગણીઓ અંગે કલેકટર કચેરીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
મળતી માહિતી અનુસાર આ 50 યુવકો કુવારા છે અને તેમને કોઈ કન્યા મળતી નથી એટલે તેઓએ જાન કાઢીને સરકારને અપીલ કરી હતી કે અમને કન્યા શોધી આપો.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જાન જ્યાંથી નીકળી ત્યાંના સ્થાનિક લોકોનું માનવું છે કે આ વિસ્તારમાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાના કારણે અનેક લોકો અપરણિત રહી ગયા છે. જેના કારણે આ લોકોએ સ્થાનિક સંગઠનના બેનર હેઠળ કલેકટર ઓફિસ પહોંચ્યા હતા.
આ મેમોરેન્ડમ વાસ્તવિકતામાં રાજ્યમાં ગુણોત્તર સુધારવા માટે PCPNDT એક્ટના કડક અમલીકરણની માંગ વિશે હતું. મળતી માહિતી અનુસાર વાસ્તવિકતામાં મહારાષ્ટ્રમાં સ્ત્રી પુરુષ ગુણોત્તરની સ્થિતિ સારી નથી.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર 2019 થી 2021 સુધીમાં મહારાષ્ટ્રમાં 1000 પુરુષ દીઠ 920 સ્ત્રીઓનો લિંગ ગુણોત્તર છે.આ કારણોસર અનેક રહી જાય છે.
બાસ્કરે નામના વ્યક્તિએ કહ્યું કે, આજકાલ છોકરીઓ લગ્ન માટે નોકરી કરતા અને શહેરમાં રહેતા છોકરાઓ પસંદ કરે છે.
જેના કારણે અહીં રહેતા કેટલાક અપરિત લોકોએ કલેકટરને તેમના લગ્ન કરાવવા અને મેમોરેન્ડમમાં કન્યા શોધવાની અપીલ કરી હતી.
આ ઇવેન્ટ નું આયોજન કરનાર રમેશ નામના વ્યક્તિએ જણાવ્યું કે, લોકો ભલે આ ઇવેન્ટ ની મજાક ઉડાડતા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે લગ્ન કરવા યોગ્ય યુવકને દુલ્હન નથી મળતી.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની વીડિયો જોઈને પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
સમયસર લગ્ન ન થવાના કારણે યુવાનો દુષ્ટતા તરફ વળી રહ્યા છે અને દારૂ પીવા જેવી આદતે લાગી જાય છે. વધુમાં કહ્યું કે માતા પિતા પણ પોતાના અપ્રવણિત દીકરાને જોઈને સતત અધીનતામાં રહે છે અને બીમાર પડી જાય છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!