
સવાલ: હું એક છુટાછેડા લીધેલી મહિલા છું. હું લગભગ 7 વર્ષ પહેલા એક શખ્સ સાથે ટ્રેનમાં મળી હતી, તે સમયે મારા લગ્ન થયા નહોતા. એક સાથે સફર કરતા અમે નંબરની આપલે કરી હતી. જે બાદ અમારી વાતચીત થતી રહેતી હતી. જો કે, અમે નિયમિત રીતે ક્યારેય વાત નહોતા કરતા. એટલા માટે અમારા વચ્ચે ક્યારેય પ્રેમના અંકુરણ ફુટ્યા નહીં.
આ દરમિયાન મારા લગ્ન થઈ ગયા. લગ્નના શરુઆતી દિવસોમાં તો બધું બરાબર ચાલવા લાગ્યું, પણ બાદમાં મારા લગ્નજીવનમાં ડખ્ખા શરુ થયા, જે બાદ મેં છુટાછેડા લેવાનું નક્કી કર્યું.
જો કે, તેમ છતાં પણ તેમના વચ્ચે સંબંધો સારા નહોતા થયા. તેમની વચ્ચે પતિ-પત્ની જેવો કોઈ સંબંધ નહોતો. તે ફક્ત આ લગ્નમાંથી બહાર આવવા માગતો હતો, પણ તેની પાસે પત્નીને ભરણપોષણ આપવા માટે પૈસા નહોતા. એટલું જ નહીં તેણે મને કહ્યું કે, તેને પરિવાર પણ તેને ક્યારેય મળવા આવતો નથી. આવું એટલા માટે કેમ કે તેની મા બિમાર હતા, ત્યારે તેની પત્નીએ ક્યારેય તેની સંભાળ લીધી નહોતી. તેને બહારનું ખાવું પડતું હતું. આ જ કારણ છે કે તે ખૂબ પરેશાન છે. હવે તે મારી સાથે લગ્ન કરવા માગે છે. મને નથી ખબર કે તેના પર વિશ્વાસ કરવો જોઈએ કે નહીં. શું મારે તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. જો કે, હાલમાં તેના છુટાછેડા નથી થયાં.
મારા છુટાછેડાના થોડા વર્ષો બાદ એક દિવસ મને અચાનક એ માણસનો ફોન આવ્યો. અમે એક બીજા સાથે વાત કરી રહ્યા હતા, તેણે મને કહ્યું કે, હું તને પ્રેમ કરુ છું. તેણે પોતાની વાત રજૂ કરતા કહ્યું આ પહેલી નજરનો પ્રેમ છે. પણ તે પરણેલો છે અને તેને એક બાળક પણ છે. તેણે મને કહ્યું કે, તે ક્યારેય પોતાની પત્નીને પ્રેમ કરી શક્યો નથી.
સલાહકાર જણાવે છે કે, આપની વાતો પર લાગે છે કે, આપ પણ તેની સાથે લાઈફમાં આગળ વધવા માગો છે. આવા સમયે હું એજ કહેવા માગું છું કે, આપના પ્રેમી સાથે દરેક વાત ખુલીને કરી લો. તેમને બતાવો કે તમે શું ઈચ્છો છો, તે આ સંબંધમાં તમારા માટે શું કરી શકે છે .
આવું એટલા માટે કેમ કે બંનેના બળજબરીપૂર્વક લગ્ન થયા હતા. તે લગ્ન કર્યાના થોડા મહિના બાદ જ પોતાની પત્નીની અલગ થવા માગતો હતો. પણ તેના માતા-પિતાએ આવું થવા ન દીધું. તેના થોડા મહિના બાદ જ્યારે તેને ખબર પડી કે, તેની પત્ની ગર્ભવતી છે, તો તેણે આ લગ્નજીવન ચાલુ રાખ્યું.
આખી કહાની સાંભળ્યા બાદ હું આપને કહેવા માગુ છું કે, છુટાછેડાની આ પ્રક્રિયામાંથી પસાર થવું ખૂબ જ અઘરુ હોય છે. ખાસ કરીને જ્યારે તેમાં બાળક પણ હોય છે. સલાહકાર જણાવે છે કે, મને વિશ્વાસ છે કે, આપ આ બધા વિશે સારી રીતે જાણતા હશો કેમ કે આપ પણ તેમાંથી પસાર થઈ ચુક્યા છો. હું એ પણ બતાવા માગુ છું કે, કોઈ પણ સંબંધને ખતમ કરવો પડકારભર્યો હોય છે. પણ જો તે પોતાના લગ્નજીવનથી ખુશ નથી, તો તે આપની સાથે લાઈફમાં આગળ વધી શકે છે.
આવું એટલા માટે કેમ કે, તે વિવાહીત છે અને હાલમાં તેના છુટાછેડા નથી થયા. ત્યારે આવા સમયે મારી સલાહ છે કે, આપ પહેલા પોતાની સાથે થોડો સમય વિતાવો અને પોતાના વિચારો સ્પષ્ટ કરો અને સમજો કે, વાસ્તવમાં તમારે શું જોઈએ છે.
જો તે આપની સાથે રહેવા તૈયાર છે, તો આપ એક ટીમ તરીકે મળીને કામ કરી શકશો. બની શકે કે, બાળકના મોહના કારણે તે પોતાની પત્નીને છોડી ન શકે. એટલા માટે આપે પહેલાથી તૈયાર રહેવાની જરુર છે.
તો વળી હવે આપના જીવનમાં એક વ્યક્તિ છે, જે આપને બહુ પ્રેમ કરે છે. પણ તે પરણેલ છે અને તેને એક બાળક પણ છે. જો કે, તેની પત્ની સાથે તેને સારા સંબંધો નથી. આ જ કારણ છે કે, તે આપની સાથે લગ્ન કરવા માગે છે.
મુંબઈમાં રિલેશનશિપ કાઉંસિલર રચના અવત્રામણિ કહે છે કે, સૌથી પહેલા હું આપને પુછવા માગુ છું કે, શું આપ તેની સાથે લગ્ન કરવા માગો છો? શું આપના મનમાં તેના પ્રત્યે કોઈ લાગણી કે ભાવ છે. જેમ કે આપે જણાવ્યું છે કે, આપના લગ્ન લાંબા સમય સુધી નથી ચાલ્યા, જે બાદ છુટાછેડા લીધા.
આવા સમયે આપને હું એજ કહીશ કે ,આપ બંનેની સામે અલગ અલગ પડકાર છે, જેના કારણે આપ લોકોએ ખૂબ જ સાવધાની અને સમજદારી પૂર્વક આગળ વધવાનો નિર્ણય લેવો પડશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!