
નમસ્કાર મિત્રો અમારી વેબ ન્યુઝ માં તમારું સ્વાગત છે આજે અમે જેમની વાત કરવાના છીએ તે વ્યક્તિ થી ગુજરાત ના કોઈ વ્યક્તિ અજાણ નહિ હોય સમાજ સેવાને પોતાનો જીવન મંત્ર માનનારા એવા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને તો ગુજરાતના મોટા ભાગના લોકો જાણે જ છે, છેલ્લા ઘણા સમય સુધી ખજુરભાઈએ તેમના ખિસ્સાના ઘણા પૈસા વાપરીને સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી છે.
આમ સમાજ સેવાને જાણે પોતાની ફરજ માનીને ચાલી રહેલા ખજુરભાઈ આ સિવાય અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે ત્યારે તેઓ કેશોદમાં રહેતા હંસાબેન કે જેઓ પોતાના પતિના મૃત્યુ બાદ છેલ્લા ઘણા વર્ષથી એકલા હાથે પોતાના બાળકોને મોટા કરી રહ્યા છે તેમની મદદ માટે પહોંચી ગયા હતા.
આથી જ આજે દરેક લોકો તેમની દાતારીને સલામ કરે છે, સૌરાષ્ટ્રની ધરતી પર જે સમયે વાવાઝોડું આવ્યું અને તે વાવાઝોડું અનેક લોકો માટે મુશ્કેલી ઊભી કરનારું બન્યું તે સમયે ખજુરભાઈ ત્યાંના લોકોની મદદ માટે પહોંચી ગયા અને અનેક લોકોને એ મુશ્કેલીમાંથી બહાર નિકળવામાં મદદ કરી હતી પોતાના ખિસ્સા માંથી કરોડો રૂપિયા ના લોકો ને ઘર બાંધી આપ્યા હતા અને લોકોની મુશ્કેલી માં તેમના પડખે ઉભા રહી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું.
આ મહિલા વિશે જણાવતા ખજુરભાઈએ કહ્યુ કે, હંસાબેન એક વિધવા મહિલા છે પોતાના પતિના મૃત્યુ બાદ તેમણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
વાત કરીએ હંસાબેનની તો તેઓ બે દીકરા અને એક દીકરી સાથે પોતાનું ગુજરાન આ મોંઘવારીમાં જેમ તેમ કરીને ચલાવી રહ્યા છે. જે સમયે ખજુરભાઈ આ બહેનને મળ્યા તે સમયે તેમની દીકરી અભ્યાસ કરતી હતી.
ખજુરભાઈને ગળે વળગીને મારો ભાઈ આવી ગયો એમ કહીને હંસાબેન રડવા લાગ્યા હતા, પોતાના બાળકોના અભ્યાસ માટે કોઈ યોગ્ય મદદ મળે તે માટેથી છેલ્લા બે વર્ષથી હંસાબેન ખજુરભાઈની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમની મદદે ખજુરભાઈ પહોંચતા તેમને જોઈને હંસાબેન ખુબ જ ખુશ થઇ ગયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, મદદે પહોંચેલા ખજુરભાઈએ આ બહેનની બધી સ્થિતિ જાણીને તેમનાથી બનતી બધી મદદ કરી હતી. જો કે, હંસાબેન પોતાના બાળકોને યોગ્ય અભ્યાસ કરાવવા માંગતા હોવાને કારણે બાળકોના અભ્યાસ માટેથી તેમણે મદદ માંગી હતી.
તેમને તેમના જીવનમાં માત્ર એટલું જ જોઈતું હતું કે, તેમના બાળકો સારો અભ્યાસ કરે અને સારો અભ્યાસ કરીને તેઓ જીવનમાં આગળ વધે.
વાવાઝોડું આવ્યા બાદ સૌરાષ્ટ્રની ધરતી પર જઈને લોકોની કપરી સ્થિતિ જોતાની સાથે જ ખજુરભાઈ ત્યાં રોકાઈ ગયા અને મુસીબતમાં ફસાયેલા લોકોને તેમનાથી થતી તમામ મદદ કરી, આ સાથે જ વાવાઝોડાને કારણે જે લોકો ઘર વિહોણા થયા હતા, જેમના ઘર તૂટી પડ્યા હતા તેવા લોકોની વહારે તેઓ આવ્યા અને એક સો એકસઠ કરતા પણ વધારે નવા ઘર બનાવી આપીને આ પીડિતોની તેમણે મદદ કરીને નિરાધાર લોકોને આશરો આપ્યો, ત્યારબાદ જામનગર અને રાજકોટમાં જે સમયે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તે સમયે પણ ખજુરભાઈએ ત્યાં જઈને ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી.
આથી હંસાબેને તેમના બે બાળકોને અભ્યાસ માટે તેમજ પોતાના ઘર ખર્ચને પહોંચી વળવા માટે બાળકોને અનાથાશ્રમમાં મુક્યા હતા અને ત્યાંથી જે પૈસા આવતા હતા તેમાંથી તેઓ તેમનું ગુજરાન ચલાવતા હતા.
અંતે હંસાબેનનો જીવન સંઘર્ષ સાંભળ્યા બાદ ખજુરભાઈએ તેમની મદદ કરીને માનવતા મહેકાવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!